વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે પતિએ ચારિત્ર્ય અંગે શંકા કુશંકા રાખી પત્ની સાથે બોલાચાલી કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી પત્નીને પડખામાં, હાથમાં થતા જડબાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ત્યારે પુત્રી દ્વારા માતાને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ચપ્પુ વડે ગળાના ભાગે ઈજાઓ પહોંચાડતા સમગ્ર બનાવ અંગે પત્ની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના ખીજડીયા(રાજ) ગામે રહેતા દયાબેન કમલેશભાઈ ગોગીયા ઉવ.૪૦ એ વાંકાનેર પોલીસ મથકમાં આરોપી કમલેશભાઈ ગોવિંદભાઇ ગોગીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી કમલેશભાઈએ પોતાના રહેણાંક ખાતે પોતાની પત્નિના ચારીત્ર ઉપર શંકા કરી ઝઘડો કરી ઝપાઝપી કરી પોતાની પાસે રહેલ ચપ્પુ તેની પત્ની દયાબેનને હાથે, જડબાના ભાગે, ગળાના પાછળના ભાગે તથા પડખાના ભાગે ઇજાઓ પહોચાડી હતી. માતા ઉપર હુમલામાં વચ્ચે છોડાવવા પુત્રી પડતા તેને પણ આરોપી કમલેશભાઈએ ગળાના ભાગે ઇજા પહોંચાડી જેમફાવે તેમ ગાળો આપી ઘટના સ્થળેથી આરોપી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા જી.પી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.