પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યા આશરે ૨૦ થી ૨૫ વર્ષના યુવક આવી જતા તેને મરણ ગયેલ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલે લાવતા ફરજ પરના ડોક્ટરે યુવાને જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી હતી. ત્યારે અજાણ્યા યુવકે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણોસર ટ્રેઈન હડફેટે આવ્યો જેવી અલગ અલગ દિશામાં આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.