મોરબી જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ સજ્જ થઇ છે. અને વિદેશી દારૂના વિક્રેતાઓની અટકાયત કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ ઇસમની પાસા અટકાયત કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી-એ ડીવિઝન પોલીસની ટિમ દ્વારા અવાર નવાર ઇગ્લીશદારૂના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ અસલમ સલીમભાઇ ચાનીયા )રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨) વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જેથી ઇસમની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી ઈસમને અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.