બંને ગુમ થયેલ મિત્રો કોઈને ધ્યાનમાં આવે તો આ નંબર પર સંપર્ક કરવા પરિવારજનોની વિનંતી:9712783059,9909357786,9978732812
કચ્છમાં અપહરણની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક સગીર તેના મિત્ર સાથે બહાર જવાનું કહી ફરી પરત ન આવતા સગીરના પિતાએ બંને સગીરોનું અપહરણ થયાની શંકા સાધી ગાંધીધામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદના આધારે પોલીસે બંને સગીરોની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીધામમાં બી-૧૬૯ સપનાનગર ખાતે રહેતા શાન્તીલાલ બચુભાઇ પંડ્યા દ્વારા ગાંધીધામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત તા-૦૨/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સમયે તેનો ૧૭ વર્ષીય દીકરો રાજદિપ તેના મિત્ર સાહિલ સલીમ લુહા સાથે તેની જી.જે.૧૨.એચ.એ.૧રર નંબરની સાઇન બાઇકમાં નાસ્તો કરવાનું કહીને ગયેલ હતો. જે મોડી રાત થઈ ગઈ હોવા છતાં તેના ઘરે પરત ન ફરતા શાન્તીલાલભાઈએ તેને ફોન કર્યો હતો. ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ આવતા શાન્તીલાલભાઈએ તેના સગા સંબંધી તથા સાહિલ સલીમ લુહાના ઘરે તપાસ કરતા બંનેનો કોઈ અતોપતો ન લાગતા તેણે પોતાના વાલીપણામાંથી કોઈ ઈસમ તેના દીકરાનું અપહરણ કરી લઈ ગયો હોવાની ગાંધીધામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.