મળતી માહિતી અનુસાર વાંકાનેરમાં અગાઉ ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા વિભાભાઇ ઉર્ફ્ર બાબુભાઇ મોનાભાઇ સરૈયા ઉવ.૨૫ને વાંકાનેર સીટીમાં રહેતા સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા તથા ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયાએ વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પેટ્રોલપંપ સામે સર્વિસ રોડ ઉપર જેમફાવે તેમ ગાળો ભાંડી છરી વડે માથામાં પાછળના ભાગે તથા પડખાના ભાગે ઘા મારી સામાન્ય ઇજા કરી આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી. બનાવ અંગે વિભાભાઇ ઉર્ફ્ર બાબુભાઇએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.