Friday, October 30, 2026
HomeGujaratદિવાળીના તહેવારને લઈ મોરબી પોલીસ એલર્ટ: દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધી ફૂટ...

દિવાળીના તહેવારને લઈ મોરબી પોલીસ એલર્ટ: દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ

ડીવાયએસપી જે.એમ. આલની દેખરેખ હેઠળ વિવિધ પોલીસ ટીમના ૧૦ અધિકારીઓ અને ૫૦ જવાનો પેટ્રોલિંગમાં જોડાયા: શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો ૧૧૨ પર જાણ કરવા અપીલ.

- Advertisement -
- Advertisement -

મોરબી: દિવાળીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ચોરી સહિતના બનાવો અટકાવી શકાય તે માટે મોરબી પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. નાગરિકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે.

મોરબીમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. મોરબીના ડીવાયએસપી જે.એમ. આલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, એ-ડિવિઝન વિસ્તારના દરબારગઢથી સોની બજાર અને આંગડિયા પેઢીથી જૂના બસ સ્ટેન્ડ સુધી વિવિધ પોલીસ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં મોરબી એ-ડિવિઝન, બી-ડિવિઝન, તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી અને ટ્રાફિક બ્રાન્ચના અંદાજે ૧૦ અધિકારીઓ અને ૫૦ જેટલા પોલીસ જવાનો જોડાયા હતા. તહેવાર દરમિયાન લોકો નિર્ભયતાથી ખરીદી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. રાત્રિના સમયે પણ નાઇટ રાઉન્ડ અને અસરકારક ચેકિંગ કરવામાં આવે છે.

ડીવાયએસપી જે.એમ. આલે નાગરિકોને અપીલ કરી છે કે સોની બજાર સહિતના વિસ્તારોમાં ખરીદી કરવા જતી વખતે બાળકો અને કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખવું. કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસની મદદ લેવી અથવા સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીનો સંપર્ક કરવો. આ ઉપરાંત, રાત્રિના સમયે અવાવરું જગ્યાઓ અને બંધ સોસાયટીઓમાં ચોકીદારો તથા સિક્યુરિટી ગાર્ડ્સને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકો બહારગામ જાય ત્યારે ઘરમાં કિંમતી સામાન ખુલ્લો ન રાખે, પાડોશીઓને જાણ કરે અને શક્ય હોય તો પોલીસને પણ જાણ કરે, જેથી મકાનની સુરક્ષા અંગે જરૂરી તકેદારી રાખી શકાય. વધુમાં, મોરબી પોલીસ દ્વારા દિવાળીના પર્વ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!