મળતી માહિતી અનુસાર માળીયા-હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રાખાદાદાના મંદિર નજીક ફોરવ્હીલ ગાડી રજી.નં. જીજે-૧૯-એએમ-૪૭૪૭ ના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી માણસોની ઝીંદગી જોખમાય તે રીતે ચલાવી રોડ ઉપર ચાલીને જતા રાહદારીને પાછળથી ઠોકર મારી પછાડી દેતા શરીરે જમણા હાથમાં અને પગે ફેકચર થયું હતું તેમજ કમરના ભાગે, પેશાબની કોથળીમાં તથા માંથાના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ કરી ફોર વ્હીલ ચાલક પોતાની ગાડી ભગાડી અકસ્માતના સ્થળથી નાસી ગયો હતો ત્યારે સમગ્ર અકસ્માતના બનાવની ઈજાગ્રસ્તના દીકરા દ્વારા હળવદ પોલીસ મથકમાં ફોર વ્હીક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર આરોપીને ફોરવ્હીલના રજી. નંબર ઉપરથી આરોપીની વિગતો મેળવવા તપાસની તજવીજ હાથ ધરી છે.