મળતી વિગત અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાછળ આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા સલીમભાઇ સુમારભાઇ સુમરા ઉવ.૪૦ એ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગઈકાલ ૧૧/૦૪ના રોજ બપોરના સવા બે-એક વાગ્યાના અરસામા પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેને મોરબી સરકારી હોસ્પીટલ લઇ જતા જ્યાં ટૂંકી સારવારમાં આશરે ૪.૧૦ વાગ્યે ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી સલીમભાઈ મરણ ગયાનું જણાવતા સીટી બી ડિવિઝન પોલીસે અકાળે મૃત્યુની નોંધ દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.