મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર સીએનજી પંપ સામે આવેલ મીલી પાર્કમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાતા જ્યાં ૧૧ દિવસની સારવાર કારગત ન નીવડતા પરિણીતાએ દમ તોડ્યો હતો. ત્યારે મોરબી બી ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
અપમૃત્યુની મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર સીએનજી પંપ સામે મીલી પાર્ક મોરબી-૨માં રહેતા ધર્મીષ્ઠાબેન સતીષભાઇ કાવર ઉવ.૩૫ એ ગત ૦૨ એપ્રિલના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા ધર્મિષ્ઠાબેનને સારવાર અર્થી મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ગઈકાલ તા.૧૩ એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પ્રાથમિક મળતી વિગત મુજબ ધર્મિષ્ઠાબેનનો લગ્નગાળો ૮ વર્ષનો હોય જેમાં તેમને સંતાનમાં એક દીકરો છે, જેઓ પોતાના સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, ત્યારે ધર્મિષ્ઠાબેનના મોતથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગયી હતી. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી બનાવનું ચોક્કસ કારણ જાણવા અંગે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.