મોરબી જીલ્લા કોગ્રેસ સંગઠન મહામંત્રી તરીકે ટંકારાના યુવા અગ્રણી રમેશ રબારીની નિમણુક કરવામાં આવી છે. સોશ્યલ મિડિયામાં સમયમાં સરકારની નિતી રીતીથી છેવાડાના માનવીથી લઈ શહેરના નાગરિકોની સમસ્યાને ઉઠાવનાર રમેશ રબારીને સંગઠનમાં મહત્વનું સ્થાન મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં યુવા કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી મોરબી જીલ્લા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા રૂબરૂ નિમણૂક આપવામાં આવી હતી. આ વરણીને તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વધાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સંગઠન અને સોશ્યલ મિડિયામા સતત સાચા અને સમસ્યાને લઈ એક્ટિવ રહેતા રમેશભાઈએ જણાવ્યું હતું કે આઝાદી પુર્વેની પાર્ટીની વિચારધારા રગે રગમા હોય અને આ પાર્ટી નાના કાર્યકરની કિમત કરનાર છે. ત્યારે સૌને સાથે રાખી સમાજના કામ કરવાનો કોલ આપ્યો હતો…