Tuesday, November 26, 2024
HomeGujaratગાબડાની સીઝન! મોરબીના દલવાડી ચોકડીથી આગળ કેનાલના નાલા ઉપર ગાબડું

ગાબડાની સીઝન! મોરબીના દલવાડી ચોકડીથી આગળ કેનાલના નાલા ઉપર ગાબડું

મોરબીની દલવાડી ચોકડીની સામે આવેલ કેનાલ ઉપર બાંધવામાં આવેલ નાલા-પુલ ઉપર મસમોટું ગાબડું પડ્યું છે ત્યારે આ નાલા-પુલ ઉપરથી આજુબાજુમાં આંબેલી ત્રણથી ચાર સોસાયટી તેમજ વાડી વિસ્તારના હજારોની સંખ્યામાં લોકોની અને વાહનોની અવરજવર ચાલુ હોય ત્યારે તાત્કાલિક આ પડી ગયેલ ગાબડાં અંગે તંત્ર દ્વારા સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના દલવાડી ચોકડીથી નાની કેનાલ જવાના રસ્તે કેનાલની સામેની બાજુ જવા માટે કેનાલ ઉપર બાંધવામાં આવેલ નાલા-પુલ ઉપર મસમોટું ગાબડું પડી ગયું હોય ત્યારે કેનાલની સામેની બાજુ આવેલ સરદારનગર-૩ સોસાયટી, ધર્મભક્તિ, ઉમા-૨ સોસાયટી અને સતવારા વાડી વિસ્તારમાં જવા આવવા દરરોજ મોટી સંખ્યામાં લોકો તથા વાહનવ્યવહાર માટે આ એકમાત્ર નાલા-પુલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ નાલા-પુલ ઉપર પડી ગયેલ ગાબડાં અંગે તાત્કાલિક તંત્ર દ્વારા સમારકામ કરી ઘટિત કરે તેવી આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો દ્વારા માંગણી ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!