Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી પોલીસના જુગારના ત્રણ દરોડામાં ચાર ઈસમો પકડાયા,એકની શોધખોળ

મોરબી પોલીસના જુગારના ત્રણ દરોડામાં ચાર ઈસમો પકડાયા,એકની શોધખોળ

મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ જુગારના દરોડામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જુગાર તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર તેમજ તીનપત્તીનો જુગાર રમતા કુલ ચાર જુગારીની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડામાં મોરબીના રવાપર રોડ સ્થિત ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલ ગ્રાઉન્ડ પાસે જાહેરમાં મોબાઇલમાં ઓનલાઈન ક્રિકેટ ગુરૂ એપ્લીકેશનમાથી RR-KKR વચ્ચેની આઇ.પી.એલ-૨૦૨૪ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી જયદીપભાઈ મહેશભાઈ લો ઉવ.૨૯ રહે.રવાપર ગામ રામજી મંદીર પાસેને સીટી એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લેવાયો હતો. જયારે પકડાયેલ આરોપી જયદીપભાઈ રનફેરનો જુગાર આરોપી કલ્પેશભાઈ રહે.રાજકોટવાળા સાથે રમતો હતો. ત્યારે પોલીસના દરોડામાં પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૧,૧૦૦/-તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- સહીત ૧૧,૧૦૦/-ના મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જયારે દરોડા દરમિયાન હાજર મળી નહિ આવેલ રાજકોટના આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે જુગારના બીજા દરોડામાં મોરબી તાલુકાના હરીપર-કેરાળા ગામ નજીક લીયોલી સીરામીક સામે, રવિ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા આરોપી જીવરાજભાઇ શંકરભાઇ ધામેચા ઉવ.૪૭ રહે.મોરબી રણછોડનગર મુળરહે.વાધરવા તા.માળીયા(મીં)ને મોરબી તાલુકા પોલીસે વર્લી મટકાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૭૩૦/- સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારના ત્રીજા દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટી ત્રિલોકધામ શેરી નં.૩ માં જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા ઇમ્તીયાઝશા દિલાવરશા શાહમદાર ઉવ.૩૨ રહે.ગામ તિથવા તા.વાંકાનેર, જાવિદભાઇ સલીમભાઇ બુખારી ઉવ.૨૦ રહે.વાંકાનેર મફતીયાપરાને જુગાર રમતા વાંકાનેર સીટી પોલીસ ટીમે આબાદ ઝડપી લીધા હતા, ત્યારે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૧૯૦/- કબ્જે લઇ બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!