મોરબી જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧/૧/૨૦૨૧ સુધી વધારવામાં આવી છે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવૃતિ ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. ભારત સરકારના હુકમ અને ગાઈડલાઇનની વિગતે અને ગુજરાત સરકારના ગૃહ વિભાગના જાહેરનામાથી ગૃહ વિભાગના તા.૦૧/૧૦/૨૦૨૦ વાળા જાહેરનામાની મુદ્ત તા.૩૧મી જાન્યુઆરી-૨૦૨૧ સુધી વધારવામાં આવી છે.
લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ સંદર્ભે ગૃહ વિભાગના તા.૨૪/૧૧/૨૦૨૦થી બહાર પાડવામાં આવેલ સુચનાઓ તથા વ્યકિતઓની સંખ્યાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. વધુમાં લગ્ન માટે ગૃહ વિભાગના તા.૧૧/૧૨/૨૦૨૦ના ઠરાવથી નિયત કરવામાં આવેલ પધ્ધતિ અન્વયે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું મોરબી જિલ્લા કલેકટર અને મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં જણાવાયું છે.