ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.
આ વખતે ભગવાન શ્રી રામનો જન્મદિવસ રામ નવમીનો તહેવાર ગઇકાલે ઉજવવામાં આવ્યો હતો. ભક્તો તેમની ભક્તિ અને ક્ષમતા અનુસાર ભગવાનની જન્મજયંતિ ઉજવે છે.
આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ ભગવાન શ્રી રામની પાલખીઓ અને શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. જેને લઇ મોરબી બજાજ ફાઇનાન્સના સ્ટાફ દ્વારા રામનવમીની શોભાયાત્રામાં 4000 થી પણ વધુ ઠંડા-પિણા વિતરણની સુંદર વ્યવસ્થા પાડા પૂલ પાસે કરવામા આવી હતી.જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.