વોલ કલોક થી બિઝનેસ શરૂ કરનાર વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ આજે ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રીકલ્સ, લાઇટિંગ, કિચન એપલાયન્સીસ જેવા અનેક પ્રોડક્ટમાં સફળતાના શિખરો સર કરી રહી છે. શ્રી જયસુખભાઇ ની દીર્ઘદ્રષ્ટિ આજે મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડો ને હરીફાઇમાં ટક્કર આપી રહી છે ત્યારે આત્મનિર્ભર ભારતના નવા રસ્તાઓ મોરબીથી શરૂ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે જેને પગલે તેઓને આ નવી સિદ્ધિ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સાથે જ મોરબીમાં મોટું હબ બનવવા માંગણી પણ 180 થી વધુ ઉદ્યોગકારો સાથે ઓ રેવા ગ્રુપ ના એમ ડી જયસુખ પટેલ દ્વારા સરકારને કરવામાં આવી છે.
મોરબી ઓરેવા ગ્રુપ ના જયસુખ પટેલના જણાવ્યા અનુસાર
ઓરેવા ગ્રુપ ઓફ કંપની ના ડિરેક્ટર મિસ. એલિશ પટેલ ને તા. ૩૧ – ૧૨- ૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્ય તરફ થી ગાંધીનગર ખાતે નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ના હસ્તે ” આત્મ નિર્ભર ભારત” નો એવૉર્ડ એનાયત કરવામાં આવેલ જે મોરબી માટે ગર્વ ની વાત ગણાવી અન્ય ઔધોગિક શહેરો માટે પણ ઉદાહરણ રૂપ ગણાવી છે સાથે જ જણાવ્યું છે કે અજંતા ઓરેવા ગ્રૂપ સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી પૂરું પડતું ગ્રુપ છે અને વધુ ને વધુ રોજગારી આપવી એ હમેંશા અજંતા ઓરેવા ગ્રુપ નો ઉદેશ છે વળી સ્ત્રી સશક્તિકરણ માં પણ આ બિઝનેશ સમૂહ આપણા દેશ નું એકમાત્ર એવું સમૂહ છે જે ૯૦ ટકા મહિલા કર્મચારીઓને કામ આપે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશવાસીઓને આત્મ નિર્ભર બનાવવા માટેનો જે મંત્ર આપ્યો હતો તે મંત્ર મોરબીના સાહસિકો માટે એક પ્રકારની સંજીવની બની ગયો છે. વિદેશી કંપનીઓને હફાવવાની તાકાત મોરબીમાં છે જે મોરબીના ઉદ્યોગપતિ સિદ્ધ કરી બતાવે છે જેના પગલે 180થી વધુ લઘુ અને ગુરુ ઉદ્યોગકારો ના સમૂહ ને સાથે રાખી ઓરેવા ગ્રુપ ના એમ ડી દ્વારા મોરબીમાં એક બિઝનેસ હબ ફાળવવા પણ રજુઆત કરવામાં આવી છે.
હાલ ઓરેવા ગ્રુપ દ્વારા ચાઈનાં ને સમકક્ષ 150 થી વધુ આઇટમો બનાવવામાં આવે છે જેમાં બેટરી ચાર્જ બાઈક હોય કે પછી સૌર ઉર્જા નો સૌથી મોટો પાવર પ્લાન્ટ હમેશા ઓ રેવા ગ્રુપ મોખરે રહ્યું છે હાલ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલના જણાવ્યા અનુસાર મોરબી ચાઈનાં ને ટક્કર આપનારું ભારત ભરમાંથી પ્રથમ શહેર બનશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી
આ જ આત્મનિર્ભર ભારતની સાથે સાથે જ ઓરેવા ગ્રુપના તમામ કર્મચારીઓ કોવિડ ટેસ્ટ પણ પોતાના ખર્ચે કરાવશે તેવી જાહેરાત કરી વધુ એક વખત આત્મનિર્ભર નાગરિકની છબી પ્રસ્થાપિત કરી છે ત્યારે મોરબીનું ઓ રેવા ગ્રુપ રાજ્યમાં સૌથી વધુ એટલે કે 7000 થી વધુ યુવતીઓને રોજગારી પુરૂં પડનારી કમ્પની છે જેમાં યુવતીને ઘેરથી લઈ આવી અને તેને ઘરે પહોંચાડવાની જવાબદારી પણ ઓ રેવા ગ્રુપ જ ઉઠાવે છે ત્યારે ઓ રેવા ગ્રુપ ના એમડી જયસુખ પટેલ દ્વારા સરકાર પાસે આત્મનિર્ભર ભારત માં સહયોગ માટે મોરબી ખાતે હબ બનાવવાની માંગણી ભારતમાં પણ મોરબી અને ગુજરાત ની છબી ને વિશ્વના દેશોમાં ડંકો વગાડશે જેમાં જેમાં કોઈ શંકાને સ્થાન નથી હાલ ગુજરાત રાજ્યમાં મોરબીના ઓરેવા ગ્રુપને એવોર્ડ એનાયત કરી અને મોરબી નું ગૌરવ વધાર્યું છે.