મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે આજે આરેવા કંપનીના બેજવાબદાર વલણને લઇને ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને બબ્બે વખત એફિડેવિટ રજૂ કરવા માટે જણાવ્યું હોવા છતાં કંપની તરફથી જરૂરી એફિડેવીટ ફાઈલ નહી થતાં ગંભીર નોંધ લઈ ઓરેવા કંપનીના ડાયરેકટર સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગેની નોટિસ ઇસ્યુ કરીને એક સપ્તાહમાં ખુલાસા સાથે એફિડેવીટ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના ડાયરેકટર સામે કન્ટેમ્પ્ટ નોટિસ આપીને એક સપ્તાહમાં ખુલાસો કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે મોરબી જિલ્લા કલેકટર અને ઓરેવા કંપનીને સાથે બેસીને પીડિતોને કેવી રીતે બનતી તમામ મદદ કરી શકાય તે મુદ્દે જવાબ આપવા નિર્દેશ કર્યો હતો. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત અંગેની સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીએ કલેકટર તરફથી કશું જણાવ્યું નથી તેથી કલેકટર ના સોગંદનામાનો જવાબ રજૂ કરવા સમય માંગવામાં આવ્યો હતો ત્યારે હાઇકોર્ટે કહ્યું હતું કે તમારા ડિરેક્ટર પહેલા જેલમાં હતા એટલે તમે કશું કરી શકતા ન હતા એમ કહેતા હતા તો હવે શું છે? તેમ કહીને જણાવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો પીઆઈએલ દાખલ કરાઈ છે.જેમાં કંપનીને સાંભળવા અદાલત બંધાયેલી નથી. તમારે ફક્ત કોર્ટના નિર્દેશનો પાલન કરવાનું છે હાઇકોર્ટે પીડિતોને ચૂકવવાના થતા વળતર માટે બાંધ છોડ કરવાનો ઇનકાર કરી દીધો અને ટકોર કરી છે કે ઓરેવા કંપની કોર્ટને ટાળી રહી છે હાઇકોર્ટ ઓરેવા કંપનીને ફટકાર લગાવતા જણાવ્યું છે કે અમે સીટના રિપોર્ટનો અભ્યાસ કર્યો છે આ દુર્ઘટના પાછળ ઓરેવા કંપનીની જ જવાબદારી છે ઝુલતા પુલમાં લાકડાની જગ્યાએ એલ્યુમિનિયમ લગાવાયું હતું અને બ્રિજના રીપેરીંગમાં કોઈ નિષ્ણાત ની મદદ લેવાઈ ન હતી. કંપની દિવ્યાંગ અને અનાથ બાળકોને વળતર આપવા માંગતી નથી?હાઈકોર્ટે ઓરેવા કંપનીને સવાલ કર્યો હતો કે પીડિતોને સહાય કરવા ટ્રસ્ટ બનાવવા કહ્યું હતું તેનું શું કર્યું? પીડિત પરિવારોના પુનર્વસન અંગે કંપની શું કાર્ય કરશે તેનો જવાબ આપવા ત્રણ મહિના પહેલા કીધું હતું તેનું શું કર્યું. ? તેવા સવાલો સાથે વધુમાં જણાવ્યું હતું કે તમે સરકારના સોગંદનામાની રાહ જોઈ અને કોર્ટને ટાળી રહ્યા છો શા માટે ત્રણ મહિના સુધી ઓરેવા કંપનીએ કોઈ જ સોગંદનામુ રજૂ નથી કર્યું. જોકે કંપની તરફથી અદાલતની પૃચ્છાઓનો કોઈ સંતોષકારક ખુલાસો કરી શકાયો નથી.હાઇકોર્ટે વધુમાં ટકોર કરી છે કે અગાઉ કંપનીને અદાલત સમક્ષ પીડીતોના પુનર્વસન માટે તમામ સહકાર આપવાની તૈયારી બતાવી હતી પરંતુ તેને લઈને કોઈ કામ કર્યું નથી. તેમ કહી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઑરેવાના ડાયરેકટર ને કન્ટેમ્પ્ટ નોટિસ આપીને એક સપ્તાહમાં ખુલાસા સાથેની એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે.