Friday, May 3, 2024
HomeGujaratઘણી બધી સમસ્યાઓ છતા સુદ્રઢ કામગિરીથી રાજ્યમાં બેસ્ટ ફાયર સ્ટેશન તરીકે મોરબી...

ઘણી બધી સમસ્યાઓ છતા સુદ્રઢ કામગિરીથી રાજ્યમાં બેસ્ટ ફાયર સ્ટેશન તરીકે મોરબી ફાયર સ્ટેશન વિજેતા:મોરબી ફાયર ટીમને પૂર્ણ શ્રેય

ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક ૨૦૨૪ અંતર્ગત ગુજરાતની નગરપાલિકામાં બેસ્ટ ફાયર સ્ટેશન તરીકે મોરબી નગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની પસંદગી કરવામાં આવી છે. મોરબી ફાયર ના જવાનોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક ૨૦૨૪ અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ ૨૦૨૩-૨૪ માટેના નોમિનેશન મંગાવવામાં આવ્યા હતાં. જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ ૨૦૨૩-૨૪ માટે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. તેથી તા. ૧૯/૦૪/૨૦૨૪ના રોજ માનનીય અગ્ર સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્યના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસને સન્માનિત કરી મોરબી ફાયરના જવાનોને પ્રોત્સાહિત કર્યા છે. જે બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ મોરબી ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!