હળવદ પંથકમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના રાતકડી હનુમાનજી વાળા રસ્તા પાસે અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. જેમાં કાર ચાલકે ૬૧ વર્ષીય ગણેશભાઈ દલવાડી ને હડફેટે લઈ લી
લેતા તેમનું મોત થયું છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે જેમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પંથકમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં શહેરના રાતકડી હનુમાનજી વાળા રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ૬૧ વર્ષીય ગણેશભાઈ દલવાડીનું અવસાન થયું છે. દુકાનેથી ઘરે જતા તેઓને અકસ્માત નડ્યો છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે. ગણેશભાઈને સારવાર માટે હળવદની શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. જે અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી….