મોરબી તાલુકા પંથકમાં રોગચાળા જન્ય કેસોમાં વધારો થતાં ધુંટુ પી. એચ.સીમાં મલેરીયા સઘન સર્વે જુંબેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મલેરીયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના વગેરે સહિતના રોગો સામે સાવચેતીના પગલે જનજાગૃતિ માટે એન્ટી લાર્વા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.
મોરબી તાલુકાના ઘુંટુ પી.એચ.સીમાં મલેરિયા સઘન સર્વે જુંબેશ તા. ૨૩-૪-૨૦૨૪ નાં રોજ કામગીરી હાથ ધરવા માં આવી હતી. પી.એચ.સી ઘુંટુ ના તમામ ગામોમાં મલેરિયા, ડેન્ગ્યુ ચિકન ગુનિયાના વગેરે રોગો સામે સાવચેતીના પગલાં રૂપે જન જાગૃતિ માટે એન્ટી લાર્વા કામગીરી, બળેલ ઓઇલ તથા પ્રચાર પ્રશાર અને પત્રિકા વિતરણ દ્વારા લોકોમાં વાહક જન્ય રોગચાળો ન ફેલાય તેના માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.
જે ઘૂંટુ PHC ના આરોગ્યનાં કર્મચારીઓ સુપરવાઈજર એચ ઓ પંચોટીયા તથા મેડીકલ ઓફીસર ડૉ. જે આર.પંચાસરા સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી હતી.