Tuesday, November 26, 2024
HomeGujaratતમારી પાસે પડેલ પુસ્તકો આપી જજો સદઉપયોગ થશે:મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થીઓના...

તમારી પાસે પડેલ પુસ્તકો આપી જજો સદઉપયોગ થશે:મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થીઓના જુના પુસ્તકો એકત્ર કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપશે

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ થકી માનવતા મહેકાવી છે. વેકેશનમાં સંસ્થાના યુવાનો જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી ગરીબ-અનાથ બાળકોને ફ્રીમાં આપે છે.

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, માતૃશક્તિ વંદના, કર્તવ્યબોધ દિવસ ઉજવણી, ગુરુ વંદના, વર્ષ પ્રતિપદાની ઉજવણી જેવા કાર્યક્રમો કરે છે. એવી જ રીતે શૈક્ષિક મહાસંઘ વધુ એક સેવાયજ્ઞ કરવા જઈ રહ્યું છે. જેમાં આગામી 28 એપ્રિલ – 2024 ને રવિવારના રોજ, સ્વામિનારાયણ મંદિર, નવા બસ સ્ટેટન્ડ પાસે મોરબી, રવાપર સ્વાગત ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ, સામાં કાંઠે,મોરબી-2 ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી સવારના 8.00 વાગ્યાથી બપોરના 12.00 વાગ્યા સુધી ત્રણેય સ્ટોલ પર ઉભા રહેશે અને ધો 3 થી 12 ના જુના પુસ્તકો એકત્ર કરશે, આ એકત્ર કરેલા જુના પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી શાળાઓમાં અર્પણ કરશે. જેને લઇ મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દાનવીર લોકોને જણાવાયું છે કે, આપના બાળકના જુના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપતા ઉપરોક્ત સ્ટોલમાં જમા કરાવી પુસ્તક દાનનું પ્રમાણપત્ર મેળવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!