મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે મોરબીની કબીર ટેકરી શેરી નં.૫ માં રહેણાંક ઓરડીમાં દરોડો પાડી દેશીદારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને દૂરથી આવતી જોઈ બે આરોપી પૈકી એક આરોપી ભાગી છૂટ્યો હતો જયારે આરોપી ઓરડી-માલિક દરોડા દરમિયાન હાજર નહિ હોવાથી હાલ બંને આરોપીને ફરાર દર્શાવી દેશી દારૂ ગાળવાના સાધન-સામગ્રી તથા ગરમ-ઠંડો આથો સહીતનો મુદામાલ કબ્જે લઇ ફરાર આરોપીઓને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી પોલીસ મથક સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે તોફીકભાઈ હુસેનભાઇ લાખા તથા મોસીન મામદભાઈ કુરેશી બંને શખ્સો સાથે મળી મોસીનભાઈની કબ્જા ભોગવટાવાળી કબીર ટેકરી શેરી નં.૫ માં આવેલ ઓરડીમાં દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે, જે મુજબની બાતમી મળતા તાત્કાલિક સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકર શેરી નં ૫ માં દરોડો પાડી પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો લીટર-૫૦ તથા ઠંડો આથો લીટર ૩૦૦ તથા ભઠ્ઠીના સાધનો તેમજ ગેસનો બાટલો, બર્નર, રેગ્યુલેટર નળી તથા દેશી દારૂ આશરે લીટર-૫૦ એમ મળી કુલ કિ.રૂ.૩૨૫૦/- નો રેઈડ દરમ્યાન મુદામાલ મળી આવેલ હતો. દરોડા દરમિયાન આરોપી તોફિક સ્થળ ઉપરથી પોલીસને જોઈ નાશી જઈ હાજર નહીં મળી તથા આરોપી મોસીન પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાને હાજર મળી ન આવેલ જેથી હાલ પોલીસે દેશી દારૂ, ગરમ-ઠંડો આથો દારૂ ગાળવાના સાધનો સહીત કુલ રૂ.૩૨૫૦/- નો મુદામાલ કબ્જે લઇ બંને આરોપીઓને ફરાર દર્શાવી મોરબીબીસીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી બંને આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.