મોરબીમાં વધુ એક અપમૃત્યુની ઘટનામાં પરપ્રાંતીય શ્રમિક યુવક કે જે સીરામીક કારખાનામાં નાઇટશિફ્ટ કરી લેબર કોલોનીના રૂમમાં સવારે ૧૧ વાગ્યે સુતા બાદ સાંજે તેને જગાડતા તે જાગેલ નહિ અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
અપમૃત્યુની મળતી વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલ સિમોલા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ યુપી રાજ્યના શહવાજપુરના વતની વિનય સુભાષ યાદવ ઉવ-૨૨ ગત તા.૨૭/૦૪ ના રોજ કારખાનામાં નાઈટશિફ્ટ કરી લેબર કોલોનીના રૂમમાં સવારના આશરે ૧૧ વાગ્યે સૂતો હોય બાદ સાંજના સમયે તેના રૂમમાં સાથે રહેલ યુવકે તેને જગાડતા વિનય જાગેલ ન હતો. જેથી તેને બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે વિનયને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો બાદ પીએમ સહિતની તબીબી કામગીરી પૂર્ણ થયે તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.