Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ પોલીસ મથકના નાર્કોટિક્સ ડ્રગ્સમાં પકડાયેલા આરોપીનો જામીન પર છૂટકારો

હળવદ પોલીસ મથકના નાર્કોટિક્સ ડ્રગ્સમાં પકડાયેલા આરોપીનો જામીન પર છૂટકારો

હળવદ પોલીસ સ્ટેશન બી પાટ એનડીપીએસ એક્ટની કલમ ના ગુનામાં આરોપી ભેરૂલાલ ઉર્ફે ભૈરવનાથ ગુજરની પાસે ૩ કિલો ૩૩૧ ગ્રામ ડોડાનો પાવડર અન્ય આરોપીને આપેલ નો આક્ષેપ થયો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે નાર્કોટિક્સ ડ્રગ્સમાં પકડાયેલા આરોપી ભીરુલાલ ગુજરનો જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NDPS એક્ટની કલમ ના ગુન્હામાં આરોપી ભેરુલાલ ઉર્ફે ભેરવનાથ હરકિશન ગુજર ને ૩ કિલો ૩૩૧ ગ્રામ પોસ ડોડાનો પાઉડર અન્ય આરોપીને આપ્યો હોવાનો આક્ષેપ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર બાદ આરોપી ભેરુલાલ ગુજર રહે. રાજસ્થાન વાળાએ મોરબીના સિનિયર એડવોકેટ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રિક કોર્ટ જજ આર જી દેવધરા સાહેબની કોર્ટમાં જામીન પર મુક્ત થવા માટે રેગ્યુલર અરજી કરતા ડીસ્ટ્રિક જજે આરોપી ભેરુલાલના વકીલ મનીષ ઓઝાની ધારદાર દલીલો માન્ય રાખી આરોપીને રૂ. ૪૦,૦૦૦ ના શરતો ને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ત્યારે આરોપી તરફે મનીષ ઓઝા સાથે મેનાઝ પરમાર વકીલ તરીકે રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!