ટંકારા ના ચતર ગામ ની પ્રાથમિક શાળા નજીક હડાળા ગામના પતી પત્નીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
વિગત મુજબ હડાળા ગામે રહેતા પતી પત્ની નિલેશ મનસુખભાઈ ખુંટ અને ભારતીબેન નિલેશભાઈ ખુંટ પટેલ દંપતી એ ટંકારા ના છતર ગામ માં આવેલ પ્રાથમિક શાળા પાસે ઝેરી ટિકડા ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે ટંકારા 108 ને જાણ કરતા પાયલોટ મયુરભાઈ અને ડો. રૂબિયાબેન દ્વારા સારવાર સાથે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયા જોકે સારવાર કારગત નીવડે એ પહેલા મોત નીપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યું છે.આ ધટના પગલે ટંકારા પોલીસ ના નેકનામ ઓપી ના બિટ જમાદાર
રાજુભાઈ કજારીયા અકિલભાઈ બાંભણીયા અને અનિલ પરમાર તાત્કાલિક પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જોકે ધટના સ્થળે કે ખિસ્સામાંથી સુસાઈટ નોટ કે અન્ય કોઈ વિગતો જાણવા મળી નથી જોકે આત્મહત્યા કરનાર દંપતીનો પુત્ર મિલનભાઈ ખુંટ રાજકોટ પોલીસ મા ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે.