લોકસભા ચુંટણી ૨૦૨૪ અંતર્ગત અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી અલગ અલગ જિલ્લાની જેલમાં વાંકાનેર પોલીસે મોકલી આપ્યા છે. વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણીમાં સામેલ બંને ઇસમોને પાસા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી 2024 શાંતિપૂર્ણભાઈ મુક્ત વાતાવરણનું આયોજન અને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટે મોરબી જિલ્લામાં સામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવા સૂચના મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. અરણીટીંબા વાંકાનેર વાળાની જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તરફથી પાસા મંજૂર કરી વોટર ઇસ્યુ કર્યા છે. જે ઇસમોને તાત્કાલિક ડીટેઈન કરી પાસા વોરંટ હેઠળ અમદાવાદ તથા સુરત તેમ અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.