Friday, May 17, 2024
HomeGujaratમોરબી એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ચીલઝડપ કરનાર સમડી ગેંગના...

મોરબી એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ચીલઝડપ કરનાર સમડી ગેંગના એક સભ્યને ઝડપી લેવાયો

મોરબીના આલાપ રોડ નવજીવન પાર્કમાંથી સાત એક દિવસ પહેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝુટવી જનાર સમડી ગેંગના એક સભ્યને સોનાનો ચેઈન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં મોરબી એલ. સી.બી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના આલાપ રોડ નવજીવન પાર્ક માંથી ગત તા. ૩૦/૪/૨૪ ના રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના ગળામાંથી સોનાનો ચેઈન ઝુટવી જનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ફરીયાદને આધારે અલગ અલગ દિશામાં તેમજ ખાનગી રાહે બાતમીના આધારે આરોપીની ઓળખ મેળવવા મોરબી, રાજકોટ સહિતની જગ્યાએથી માહિતી એકત્રિત કરી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાડેલ સીસીટીવી ચેક કરી નંબર વગરના મોટર સાયકલ મોટર સાયકલની માહિતી મેળવી હતી. ત્યારે એલ.સી.બી. ના સ્ટાફને બાતમી મળી હતી કે ગુન્હો આચરનાર અજય માનસિંગ પરસોંડા રહે. રાજકોટ વાળો મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ લઈને ઊભો હોવાની બાતમીના આધારે તેને ત્યાંથી અટક કરી મોરબી એલ. સી.બી. કચેરી ખાતે લાવી પૂછપરછ કરતાં તેને ગુન્હો આચરેલાની કબૂલાત કરી હતી. પોલીસે ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તથા સોનાનો ચેઇન કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપી રાજકોટ શહેરથી પોતાનું મોટર સાયકલ લઈ મોરબીના અલગ અલગ વિસ્તારમાં એકલ – દોકલ કે વયોવૃદ્ધ મહિલા બેસતાં હોય ત્યાં રેકી કરી મહિલાઓને સરનામું પૂછવાના બહાને નજીક જઈ સોનાના દાગીનાઓ ઝૂંટવી મોટર સાયકલ લઈ નાશી જવાની મોડસ ઓપરેન્ડી અપનાવતો હતો. જે આરોપી આઠ (૮) જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલો છે. જે આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!