Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી:મચ્છુ-૨ ડેમ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી નદીના પટ્ટમાં તથા બેઠાપુલ નજીક...

મોરબી:મચ્છુ-૨ ડેમ રીપેરીંગ અર્થે ખાલી કરવાનો હોવાથી નદીના પટ્ટમાં તથા બેઠાપુલ નજીક અવર-જવર ન કરવા પાલિકા દ્વારા સૂચના અપાઈ

મોરબીમાં આવેલ મચ્છુ-૨ ડેમ રીપેરીંગ કામ અર્થે ખાલી કરવાનો હોય જેથી તેનું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવનાર છે જે અનુસંધાને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નદીના પટ્ટમાં લોકોને અવર-જવર ન કરવા તેમજ બેઠાપુલ નજીક દર રવિવારે ભરાતી ગુઝરી પણ બંધ રાખવા જાહેર સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક જાહેર સૂચનાની યાદી પ્રસિદ્ધ કરી મોરબીવાસીઓને જણાવવામાં આવ્યું છે કે તા. ૧૨મી મે ૨૦૨૪ રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ રીપેરીંગ કામ અર્થે ખાલી કરવાનો હોય તેનું પાણી નદીના પટમાં આવનાર હોય તેથી નદીના પટ વિસ્તારમાં તથા બેઠા પુલની આસ-પાસના વિસ્તારમાં તથા નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા જાણ/સુચના આપવામાં આવે છે.
તથા દર રવિવારે બેઠાપુલ નીચે ભરાતી ગુઝરી બજાર પણ ન ભરવા ખાસ સુચના આપવામાં આવી છે. અંતમાં જણાવાયું છે કે ઉપરોક્ત બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!