મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક આવેલાં રામધન આશ્રમ વિવિધ ધાર્મિક તહેવારની ભકિતભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. ત્યારે રામધન આશ્રમ ઉમિયા માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ ઉજવાયો હતો.
મુકેશ ભગતનાં જણાવ્યા અનુસાર, રામધન આશ્રમ ઉમિયા માતાજીના મંદિર ખાતે ઉમિયા માતાજીનો 20મોં પાટોત્સવ મહંત ભાવેશ્વરી માંનાં સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે કુમારીકા ભોજન, બ્રહ્મ ભોજન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહા આરતી વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહેન્દ્રનગર તેમજ મોરબી સહિતના ભક્તોએ ઉપસ્થિત રહી પાટોત્સવની ઉજવણી કરી હતી.