મોરબીના પીપળી ગામ નજીક આવેલ શોભેશ્વર કાટા સામે રોડ ઉપર સાયકલ ઉપર નીકળેલ ઘોઘુભા ઝાલાને ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૫૧-જીએ-૦૯૧૬ના ચાલકે હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં સાયકલ સવાર ઘોઘુભા ઝાલાને માથામાં કપાળના ભાગે શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ટ્રેઇલરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ઘોઘુભા ઝાલાને સારવારમાં લાવતા જ્યાં ચાર દિવસથી આપવામાં આવેલ સારવાર કારગત ન નીવડતા તેમનું ચાલુ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે મૃતકના પુત્ર શીવરાજસિંહ ઘોઘુભા ઝાલા ઉવ-૨૧ રહે. જૂની પીપળીની ફરિયાદના આધારે ઉપરોક્ત ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.