મોરબીમાં રહેતા રુચિરભાઈ અનિલ કુમાર કારિયા નામના સ્થાનિક આગેવાને દારૂ ના વેચાણ અંગે પોલીસને જાણ કરતા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા whatsapp કોલ કરી મોડી રાત્રે ધમકી આપતા ઇસમ સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રુચિરભાઈ અનિલકુમાર કારિયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.જેની માહિતી આપતા જણાવ્યું છે કે પરષોત્તમ ચોકમાં ૬ થી ૭ લોકો વર્ષોથી અડ્ડો જમાવી દારૂનું વેચાણ કરે છે તેમ કોલ કરી જાણ કરતા જે બાબતે તેમાંથી કોઈને જાણ થઈ જતાં સામાવાળા માંથી કોઈએ ફરિયાદીના મોબાઈલમાં રાત્રે 12:40 વાગ્યે કોલ કરી અજાણ્યા નંબરમાંથી કોલ કરી ધમકી આપી હતી જે બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વોટ્સએપ કોલ કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.