મોરબી તાલુકાના પીપળી રોડ પર આવેલ સિરામિક કારખાનામાં ચાર વર્ષના બાળકના માથે કાચ પડતા ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર આવેલ લેક્મી વિટ્રીફાઈડ સિરામિક કારખાનામાં જગન દિલીપભાઈ વસાવા (ઉ.વ.૪) રમતો હોય દરમ્યાન તેના માથા ઉપર કાચ પડતા ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યું થયું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે