Saturday, October 19, 2024
HomeGujaratટંકારા પોલીસ મથકસામે ટ્રક ચાલકે બે કારને મારી ઠોકર

ટંકારા પોલીસ મથકસામે ટ્રક ચાલકે બે કારને મારી ઠોકર

ટંકારા પોલીસ સ્ટેશન સામે ત્રીપલ અકસ્માત સર્જાયાનો બનાવ સામે આવ્યો છે જેમાં ટ્રક ચાલકે બે કારને અડફેટે લીધી હતી.જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશન સામે ત્રિપલ અકસ્માત સર્જી ટ્રક ચાલકે બે કારને હડફેટે લીધી હતી. ટંકારા પોલીસ મથક સામે જ ગઈકાલે રાત્રે જીજે–32–ટી–4648 નંબરના ટ્રક ચાલક જેસિંગભાઈ દાસાભાઈ વાજાએ અક્સ્માત સર્જી બે કારમાં મિલનભાઈ રામજીભાઈ રાજપરા રહે. ખેવારીયા વાળાની જીજે–36–એએલ–0253 નંબરની આર્ટિકા કારમાં તેમજ જીજે – 36 – એએલ – 4599 નંબરની ફોર્ચ્યુનર કારમાં ધકાકા સાથે અઠડાવી અકસ્માત સર્જ્યો હતો. સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પણ કારમા ભારે નુકશાન થતાં ટંકારા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!