Sunday, October 20, 2024
HomeGujaratમોરબી શહેરમાં મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે...

મોરબી શહેરમાં મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો

મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ના મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને મળેલ બાતમીને આધારે રફાળેશ્વર નજીકથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોરબી જીલ્લામાં નાસતા ફરતા,પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચના કરી હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસની અલગ અલગ ટીમના સ્ટાફ ઉપરોક્ત કામગીરી અન્વયે પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતો ફરતો આરોપી રામનિવાસ શિવરામ લોવી રાજ્સ્થાનવાળો હાલે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ જે.ટી.સી.રોડ લાયન્સ ખાતે આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ તાત્કાલિક રફાળેશ્વર જે.ટી.સી.રોડ ખાતે તપાસ કરતા રામનિવાસ શિવરામ લોલ રહે. લાંબા તા.બીલાડા જી.જોધપુર રાજસ્થાનવાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્ક્વોડની કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!