Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુન્હામાં એક વર્ષથી ફરાર...

મોરબી સેશન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુન્હામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા,પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજથી આશરે એકાદ વર્ષ પહેલા મોરબી ખાણખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હીટાચી મશીન ગે.કા. ખનીજ ખોદકામ કરતા પકડેલ હોય અને આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હોય જે હીટાચી મશીન છોડવવા માટે તેઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલ નામદાર હાઇકોર્ટ સોલવંશી જામીન મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કરેલ હોય આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેસન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા નામદાર કોર્ટના ધ્યાને આવતા નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ એ પાર્ટ ગુ.ર.નં.૦૮૨૧/૨૦૨૩ આઇ.પી.સી.કલમ- ૧૨૦(બી), ૨૦૦,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનો રજી. થયેલો જે ગુનામાં ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ અને એક આરોપી પોતાની ધરપકડ કરવા એકાદ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પેરોલ ફર્લો સ્વોડને ખાનગીરાહે મળેલ હકિકત આધારે આરોપી રાજુભાઇ બુટાભાઇ વિભાભાઇ ફાંગલીયા (રહે. મોરથળા તા.થાન જી.સુરેન્દ્રનગર)ને વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!