ગુજરાતભરમાં વિવિધ ગુંહાઓ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર દરોડા પાડી બે નંબરી કામ કરતા ઈસમો પર ધોંસ બોલાવનાર સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાતના dysp કે. ટી.કામરિયાનો આજે જન્મદિવસ છે. કે. ટી.કામરિયા મોરબી જિલ્લાના હડમતિયા (પાલણપીર) ગામના વતની છે. જેઓએ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરીને આજે ૫૭મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
કે. ટી.કામરિયા ૧૯૯૩માં ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી પીએસઆઈ તરીકે પોલીસ બેડામાં જોડાયા બાદ તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. આ પછી તેઓએ સારી કાગીરી બદલ પીઆઈ તરીકેનું પ્રમોશન સાથે એસીબીની જવાબદારી સોંપાઈ હતી. જ્યાં તેઓ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી કાર્યરત રહ્યા હતા. આ પછી તેમને ડીવાયએસપીનું પ્રમોશન પ્રાપ્ત થયા બાદ તેમની નિમણૂક સ્ટેટ મોનિટરિંગ સેલમાં થઈ હતી જ્યાં તેઓ હાલ કાર્યરત છે. ડીવાયએસપી કે.ટી.કામરિયાની ઉમદા કામગીરી બદલ તેમને ૨૦૧૪ તેમજ ૨૦૨૦માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ત્યારે આજે તેમના જન્મ દિવસ નિમિતે બહોળું મિત્ર સર્કલ, શુભચિંતકો, સગા-સ્નેહીજનો, પરિવારજનો તેમજ પોલિસ સ્ટાફ દ્વારા તેમના પર જન્મદિવસની શુભકામનાઓનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.