Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીના મીરાપાર્ક-૨ માં યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના મીરાપાર્ક-૨ માં યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરાપાર્ક-૨ સોસાયટીના રહેણાંકમાં મોટી બહેનના ઘરે ૧૮ વર્ષીય યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુની પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગીર સોમનાથ જીલ્લાના ગાગડા ગામના વતની મોરબીના મીરાપાર્ક-૨માં રહેતા ટ્વીન્કલબેન પ્રવિણભાઈ કરમણભાઈ રાઠોડ કે જેઓ સરકારી નોકરી કરતા હોય ત્યારે તેની સાથે રહેતી તેની નાની બહેન હિરલબેન પ્રવિણભાઈ કરમણભાઈ રાઠોડ ઉવ.૧૮ એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે હિરલબેનને જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ એ ડીવીઝન પોલીસે અકાળે મૃત્યુના બનાવ બાબતે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!