આનંદો : સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ અષાઢ સુદ પાંચમ થી પૂનમ એટલે કે તારીખ 11 જુલાઈ થી 21
જુલાઈ સુધી અનરાધાર મેધો મહેરબાન થઈ જે વિસ્તારમાં વાવણી બાકી છે ત્યા પણ તહબોળ કરી દેશે. આગામી 5 જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુનર્વસુ 23::41મિનિટથી બેસે છે જેનું વાહન હાથી છે.આ રાઉન્ડમાં અનેક વિસ્તારના નદી નાળા ડેમ છલોછલ થઈ જશે. સચરાચર વરસાદી માહોલ સર્જાશે તથા 19 જુલાઈથી સૂર્ય નક્ષત્ર પુષ્પમા 23::11 મીનીટ થી બેસે છે આમનું વાહન દેડકો છે તે સંજોગિયું છે તારીખ 27 – 28 – 29 જુલાઈ એક નાનો રાઉન્ડ આવે છે.આ બને નક્ષત્રને વાદીલા નક્ષત્ર કહેવાય છે. વૈખ ને પૈખ વૈખમા વરસાદ થાય તો પૈખમા પણ વરસાદ થાય વૈખ વાય તો પૈખ પણ વાય આ આપણી લોકવાયકા પણ છે.શ્રાવણ મહિનામાં વરસાદ નો રાઉન્ડ છે અને ભાદરવો મહિનો આખો વરસાદ થી ભરપૂર રહશે ચિત્રા નક્ષત્ર સુધી વરસાદના યોગ છે (ગૂઢ વાણી) વહેલા ઉઠયે લાભ છે કે મોડા ઉઠયે લાભ છે તે દિવાળી એ ખબર પડે આ આગાહી ખગોળ શાસત્ર ને આધારે કરેલ છે. આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પંરમપરા છે જેના ઉપરથી સંભાવના અને શક્યતા બતાવી શકાય છે.કિશોરભાઈ ભાડજા ગામ:નેસડા (ખાનપર) તા.ટંકારા જી. મોરબી .મો. 9586590601.