Sunday, October 6, 2024
HomeGujaratહળવદ ટાઉનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

હળવદ ટાઉનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

મળતી માહિતી અનુસાર હળવદ ત્રણ માળીયાના ક્વાર્ટરની ઓફિસ સામે આવેલ ખુલ્લા પટ્ટમાં હળવદ પોલીસે રેઇડ કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા રમેશભાઇ હેમુભાઇ ઉડેચા ઉવ.૪૦ રહે.ત્રણ માળીયા હળવદ, ઇલ્યાસભાઇ ઉર્ફ અલી અબ્દુલભાઇ મોકરસી ઉવ.૨૪ રહે.હળવદ જી.આઇ.ડી.સી, મેહુલભાઇ લાભુભાઇ ધામેચા ઉવ.૨૫ રહે.ભવાનીનગર ઢોરો હળવદ, હરેશભાઇ જેઠાભાઇ રબારી ઉવ.૪૦ રહે. હળવદ ભવાનીનગર ઢોરોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રેઇડ દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૩,૧૦૦/- કબ્જે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!