સૌરાષ્ટ્ર યુનવર્સિટી છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ધામ સાથે રાજકીય અડ્ડો બન્યો હોય તેમ એક બાદ એક વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કાર્યકારી કુલપતિ નીલાંબરી દવે ને હટાવી તેમની જગ્યાએ કાર્યકારી કુલપતિ તરીકે ડૉ. કમલ ડોડીયાની નિમણુક કરવામાં આવી છે..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં સામે આવ્યા છે. જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની બદલી કરવામાં આવી છે. કાર્યકારી કુલપતિ નીલાંબરી દવેને રાતો રાત પદેથી હટાવવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી પ્રમુખ તરીકે ડૉ. કમલ ડોડિયાની નિમણુક કરવામાં આવી છે.