Monday, October 7, 2024
HomeGujaratરાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં મોરબી એસપી ઓફિસ ખાતે સંકલન બેઠક યોજાઈ

રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં મોરબી એસપી ઓફિસ ખાતે સંકલન બેઠક યોજાઈ

મોરબીમાં રેન્જ આઇજી ની અધ્યક્ષતામાં સંકલન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત મોરબી ના ધારાસભ્ય અને ટંકારાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીના ટ્રાફિક સહિતના પ્રશ્ને ચર્ચાઓ કરી હતી.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવની અધ્યક્સ્તમાં મોરબી એસપી ઓફિસ ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ટ્રાફિક સહિતના પ્રશ્નને ચર્ચા કરવામાં આવી હતી સાથે જ વેપારીઓ દ્વારા પણ તેઓના પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી અને મોરબીમાં ભંગાર નો વેપાર કરતા ડેલાઓ અને વેપારીઓ ના રજીસ્ટ્રેશન કરવા અંગે પણ રેન્જ આઇજી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા સાથે જ મોરબીમાં ટ્રાફિક સમસ્યા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી,મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયા,ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથ રિયા,મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સહિતના મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!