મોરબી-રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારથી છત્તર ગામ વચ્ચે લગાવેલા અલગ અલગ જાહેરાતના ૭૦ જેટલા બોર્ડ કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઇ ગયા અંગે રાજકોટ શહેરમાં રહેતા જાહેરાતના બોર્ડ લગાવવાના કોન્ટ્રાક્ટર દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ મવડી સંસ્કાર સીટીમાં રહેતા નરેન્દ્રભાઈ કેશવભાઈ વીરડીયાએ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલ હાઇવે ઉપર જાહેરાતના બોર્ડ લગાવવાના કોન્ટ્રાક્ટ અન્વયે ટંકારથી છત્તર ગામ વચ્ચે લગાવેલ અલગ અલગ જાહેરાતના કુલ ૭૦ બોર્ડ ગત તા. ૨૬/૦૬ થી આજદિન સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે અજાણ્યા ચોર તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.