મોરબી સીટી એ ડિવીઝનમાં નોધાયેલ મોરબીના સૌથી ચકચારી નગરપાલીકાના કર્મચારી પર થયેલા ગેંગ રેપના તથા એટ્રોસીટી કેશના આરોપીઓ આશીષભાઈ હેમંતભાઈ આદ્રોજા તથા પંકજ અશ્વિનભાઈ પરમારને તેમની સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેસના નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ પ્રોસીડીંગ રદ કરી અને બંને આરોપીઓને નિર્દોષ છૂટકારો આપવાનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પંથકમાં તા. ૨/૧૨/૨૦રર ના રોજ ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રે રવાપર ચોકડી એ સફાઈ કરતા હતા તે દરમ્યાન એક સ્વીફટ કાર વાળાએ આવી ધારીયુ બતાવી ગાડીમાં બેસાડી લઈ જઈ બળજબરી પુર્વક તેણી સાથે દુષ્કર્મ આચરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરતનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. અને આરોપીઓ સામે નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરતા મોરબીના બીજા એડીશલ ડિસ્ટ્રીક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ જેમાં આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અંગેચાણીયા રોકાયેલા હતા.જે કેસમાં ડોકટરો તેમજ જરૂરી લોકોની જુબાની લેવામાં આવી હતી.જે કેસ ચાલતા આરોપીએ પોતાના એડવોકેટ મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સીઆર.પી.સી. કલમ-૪૮૨ હેઠળ કન્સાઈટ કવોસીંગ પીટીશન ફાઈલ કરી હતી.નામદાર ગુજરાત હાઈકોર્ટ કેસની હકીકતો તથા ફરીયાદીનું સોંગદનામું સમગ્ર બાબતે વંચાણે લીધા બાદ બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઈ હવે બંને પક્ષકારો વચ્ચે કાઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનું હિત ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ અગાઉ આવેલા અલગ અલગ બેન્ચ ના જજમેન્ટ ટાંકી મોરબી એ ડિવીઝનમાં થયેલ ફરીયાદ તથા તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કરી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે કેસમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટમાં એડવાકેટ આલોક એમ ઠકકર, મોરબી જીલ્લાના સિનિયર એડવોકેટ દીલીપ આર. અગેચણીયા, યુવાન એડવોકેટ જતીન ડી.અગેચણીયા,જે. ડી. સોલંકી,રવી ચાવડા,કુલદીપ ઝીઝુવાડીયા,ક્રિષ્ના જારીયા રોકાયા હતા.