વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગારીડા ગામ સામે રોડ ઉપર આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ આવેલ કાર ટ્રકની પાછળ અથડાતા કારમાં સવાર કાર ચાલક સહિત ચાર શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા, અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા દર્શનકુમાર રાજેશકુમાર મેર ઉવ.૨૩એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે દર્શીતભાઈ ટાટા કંપનીની નેકસોન કાર રજી. જીજે-૩૬-એએફ-૦૪૪૩ લઈને ગત તા. ૦૮ જુલાઈના રાત્રીના સમયે જતા હોય ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક રોડ ઉપર ગારીડા ગામ સામે આગળ પુરપાટ ઝડપે તથા બેદરકારીપૂર્વક ચલાવી જતા ટ્રકના ચાલકે પોતાના ટ્રકની અચાનક જોરદાર બ્રેક મારતા પાછળ આવતી નેકસોન કાર ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. ત્યારે કારમાં સવાર ચાલક દર્શીતભાઈ તેમજ સ્વપ્નિલભાઈ, હાર્દિકભાઈ તથા અજીમૂદીનભાઇ સહિતના ને માથામાં તથા શરીરે મૂંઢ ઇજાઓ પહોંચી હસ્તી જ્યારે અકસ્માતની ઘટના બાદ અજાણ્યો ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.