મળતી વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના રહેદડા ગામના વતની અને હાલ રંગપર ગામે આવેલ નોટો સીરામીકમાં કામ કરતા અને હાલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શ્રમિક પરિવારની ૪ વર્ષીય દીકરી મિનાક્ષીબેન કાળુભાઈ ભુરસીંગભાઈ બામનીયા નોટો સીરામીકના માટી ખાતામાં રમતી હોય ત્યારે અકસ્માતે માટી ભરેલ કૂવામાં પડી જતા માસૂમ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી તાલુકા પોલીસે ૪ વર્ષીય બાળકીના અકાળે મૃત્યુ અંગે અ. મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.