Sunday, October 13, 2024
HomeGujaratહળવદના દિઘડિયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

હળવદના દિઘડિયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લેવાયા

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે હળવદ તાલુકાના દિઘડિયા ગામે દરોડો પાડી રઘાભાઈ નાથાભાઈના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પૈસાની હારજીતનો ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહેલ આરોપી ધીરાભાઈ અવચરભાઈ રાપુસા ઉવ.૪૦, દેવરાજભાઈ ગોવિંદભાઈ આઘારા ઉવ.૪૦, કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા ઉવ.૩૨, હકાભાઇ ગાંડુભાઈ આધ્રો જીયા ઉવ.૩૧ તમામ રહે. દિઘડીયા તા.હળવદ જી.મોરબીને ઝડપી લઇ રોકડા રૂ.૨૮,૨૦૦/- કબ્જે લઇ તમામ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!