રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહિબિશન-જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં વાડીમાં આવેલ ઓરડીમાં તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન તેઓને મળેલ હકીકતનાં આધારે વાંકાનેર તાલુકાના તીથવા ગામની કાંકરીયા નામે ઓળાખાતી સીમમા સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા (રહે.તીથવા તા મોરબી.વાંકાનેર જી.)ના કબ્જા ભોગવટાવાળી વાડીમાં આવેલ ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા,, દિનેશભાઇ ભવાનભાઈ કાનાણી, મહમંદરફીકભાઇ અહમદભાઇ વકાલીયા, કાંતીલાલ બેચરભાઇ ભુત તથા દિપકભાઇ કરમશીભાઇ દેત્રોજા નામના ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૫૩,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચેય ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.