Saturday, October 19, 2024
HomeGujaratમોરબી:દીકરી સાથેના પ્રેમ પ્રકરણ બાબતે સમાધાન માટે યુવકને બોલાવી છરી વડે હુમલો...

મોરબી:દીકરી સાથેના પ્રેમ પ્રકરણ બાબતે સમાધાન માટે યુવકને બોલાવી છરી વડે હુમલો કરાયો

એક મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના ઘુંટુ ગામે લાયકોષ બાથવેર કારખાનામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યુવકને કારખાનામાં કામ કરતી યુવતી સાથે મનમેળ થઈ જતા જે અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા યુવકને સમાધાન માટે બોલાવી ગાળો આપી માર મારવા જતા હોય ત્યારે યુવક સાથે આવેલ તેનો મિત્ર વચ્ચે પડતા યુવતીના પરિવારજનોએ તેને ઢીકાપાટુનો માર મારી વાસાના ભાગે છરીનો એક ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી ત્યારે બનાવ અંગે પ્રેમી યુવકની ફરિયાદના આધારે પોલીસે એક મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ સુ.નગર જીલ્લાના લીંબાળા ગામે રહેતા હાલ ઘુંટુ ગામની સીમમાં આવેલ લાયકોષ બાથવેર કારખાનાની લેબર કોલોનીમાં રહેતા નિલેશભાઇ નાજાભાઇ પંચાલ ઉવ.૨૪ લાયકોષ બાથવેરમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે ત્યારે લાયકોષ કારખાનામાં કામ કરતી યુવતી સાથે તેને મનમેળ થયા અંગેની જાણ યુવતીના પરિવારજનોને થઈ જતા આ બાબતે સમાધાન કરવા નિલેશભાઈને કારખાનાના ગેટ પાસે બોલાવેલ હોય જેથી નિલેશભાઈ તથા તેની સાથે સાગરભાઈ ઉર્ફે રાહુલભાઈ ગયા હોય ત્યારે યુવતીની માતા તથા ભાઈ સહિતના પરિવારજનો દ્વારા નિલેશભાઈને ગાળો આપી માર મારવા જતા હોય ત્યારે નિલેશભાઈની સાથે આવેલ સાગર ઉર્ફે રાહુલ તથા યુવતી વચ્ચે પડતા યુવતીના પરિવારજનો દ્વારા સાગરને ઢીકાપાટુનો માર મારી વાસાના ભાગે છરીનો એક ઘા મારી ઇજાગ્રસ્ત કારેલ હોય. ત્યારે સમગ્ર બનાવ અંગે નિલેશભાઈ દ્વારા આરોપી વિનુબેન શનાભાઇ સોલંકી રહે.ગાંધીધામ કચ્છ, રાહુલભાઇ મોતીભાઇ ડાભી રહે.અમદાવાદ, હસમુખભાઇ શીવાભાઇ પરમાર રહે.લાયકોષ બાથવેર કારખાનામાં તથા અશ્વિનભાઇ શનાભાઇ સોલંકી રહે.ગાંધીધામ કચ્છ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!