Friday, September 20, 2024
HomeGujaratમોરબીના ત્રાજપરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ પકડાયા

મોરબીના ત્રાજપરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ પકડાયા

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે સમાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરની છેલ્લી શેરી ચોકમાં દરોડો પાડતા જાહેરમાં તીનપત્તિનો જુગાર રમી રહેલ જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉવ.૩૫ રહે.ત્રાજપર બેંકવાળી શેરી મોરબી, આશાબેન ગોવિંદભાઇ અદગામા ઉવ.૨૨ રહે. ત્રાજપર ગામ ઓરીએન્ટલ બેન્કવાળી શેરી, બબીબેન જયંતીભાઇ મકવાણા ઉવ.૫૯ રહે.ત્રાજપર ઓરીએન્ટલ બેન્કવાળી શેરી, રૂપીબેન રમેશભાઇ વરાણીયા ઉવ.૫૮ રહે. ત્રાજપર ગામ રામજી મંદિર પાસે તથા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉવ.૩૦ રહે.ત્રાજપર અવેળા પાસે મોરબીને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૧,૧૦૦/-કબ્જે લીધા હતા. દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!