મળતી માહિતી અનુસાર વાંકાનેરના ભરવાડપરામાં રહેતા ગોપાલભાઇ દેવાભાઇ ગમારા ઉવ.૩૫ એ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા રાજકોટ લઇ જતી વેળા રસ્તામાં જ ગોપાલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુ અંગે મૃતકના ભાઈ અશોકભાઈ દેવાભાઈ ગમારાની જાહેર કરેલ વિગતોની આધારે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી અમૃત્યુની અંગેની વધુ તપાસ શરૂ કરી છે.