હળવદ પોલીસ દ્વારા આગામી ૨૬જુલાઈના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારના ૧૧ થી ૧ વાગ્યા સુધી સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન/ધિરાણ મળી શકે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
હળવદ પોલીસ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે આગામી તા. ૨૬જુલાઈના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ, ખેડૂત મિટિંગ હોલ ખાતે સવારના ૧૧ થી ૧વાગ્યા સુધી લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોનમેળામાં રાષ્ટ્રીયકૃત બેંકો તથા સહકારી બેંકોના પ્રતિનિધિઓ, જીલ્લા ઉધોગ કેન્દ્રનાં અધિકારી તથા તાલુકામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહેનાર હોય જેથી હળવદ તાલુકાના જરૂરિયાતમંદ પ્રજાજનોને આ લોનમેળાનો લાભ લેવા હળવદ પોલીસ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.